પ્રમુખશ્રીનો સંદેશ
પ્રમુખશ્રીનો સ
પ્રમુખશ્રીનો સંદેશ
અમારી આ વેબસાઈટ પર હું આપ સૌનું ઉષ્માભર્યું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવો એજ અમારી શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળાનું મુખ્ય ધ્યેય છે.
અમે માનીએ છીએ કે સાચું શિક્ષણ એટલે ફક્ત પાઠ્યપુસ્તકોનો જ અભ્યાસ નહીં, પરંતુ બાળકને સ્વતંત્રરીતે વિચાર કરી શકે તે માટે સક્ષમ બનાવવો. આજે ઇન્ટરનેટ પર જ્ઞાનનો ભંડાર ઉપલબ્ધ છે. જે નિ:શુલ્ક પ્રાપ્ત થઇ શકે છે. પરંતુ એનો ઉપયોગ સારી રીતે કરવો, સારું અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરી તેના પર યોગ્ય વિચાર કરી, પોતાના સ્વતંત્ર નિર્ણય લે તે માટે બાળકોને યોગ્ય માર્ગદર્શન આપવાની ખાસ જરૂર છે.
બાળકોનો આત્મવિશ્વાસ વધે અને તેઓ સ્વાશ્રયી બને તે પણ ખૂબજ મહત્વનું છે. તેઓ પોતાની જાત પર વિશ્વાસ મૂકી શકે. સાથે સાથે પોતાના સહપાઠીઓ સાથે મૈત્રી ભર્યો અને સુમેળ ભર્યો સંવાદ સાધી શકે, લાગણીશીલ અને સંવેદનશીલ બની દરેક બાળકને સ્વીકારે.
છેવટે, દરેક બાળક એક જવાબદાર, સુસજ્જ નાગરિક બને, પર્યાવરણ પ્રત્યે સજાગ બને અને સમાજની સેવા કરવા તત્પર બને.
અમારી એવી મહત્વાકાંક્ષા છે કે અમારી શાળા એક એવા સ્વર્ગ સમાન બને કે જ્યાં બાળક નિર્ભય હોય, મુક્તપણે વિચાર કરી શકે અને સમાજનો એક મજબૂત આધારસ્તંભ બને.