ઇતિહાસ
ઇતિહાસ
ઇતિહાસ
મહાનગરી મુંબઇ ના સામાજિક, સાંસ્કૃતિક, ઘામિૅક અને રાજકીય ક્ષેત્રે મોખરાનું સ્થાન ઘરાવતા ઘાટકોપર જેવા વિકસિત પરામાં ઇ.સ.૧૯૧૦ માં કન્યા કેળવણીનું મહત્વ સમજતા ઘાટકોપરના અગ્રગણ્ય નાગરિકોએ નન પાયાપર ‘ઘાટકોપર કન્યા વિઘાલય’ ના નામથી ઘાટકોપરની પ્રથમ સ્વતંત્ર કન્યા શાળા સ્થાપી જે નો ઉદ્દેશ નાતજાત કે ઘર્મનાભેદ વિના રાષ્ટ્રીય ઘોરણસર કેળવણી આપી ચારિત્રય ધડાય તેવુ શિક્ષણ આપવાનો હતો. તા. ૧ ઓગસ્ટ ૧૯૨૩ થી આ શાળાને રાષ્ટી્ય શાળાને નામે ઓળખાવી શાળાને ૧૯૩૬માં રૂ ૧૬૦૦૦/ની કિંમતની આશરે ૪૧૦૦ ચોરસવાર જમીન તથા રૂ ૧૨૦૦૦/ રોકડાની ઉદાર સખાવત શેઠ શ્રી ધનજીભાઇ દેવશીભાઇ એ કરી અને તેથી ૧૯૩૭ માં આ શાળાના નામ સાથે
શેઠ ઘનજી દેવશીનું નામ જોડવામાં આવ્યું.
ઇ.સ.૧૯૪૨ માં હિંદછોડો ચળવળ વખતે શાળાને ગવર્મેન્ટે ગા્ન્ટ આપવાનું બંઘ કર્યુ ત્ત્યારે સંચાલકોએ ફંડફાળો એકઠો કરી શિક્ષિકા બહેનોના પગાર ચૂકવ્યા.
પ્રગતી
૧૯૨૩ ઓગસ્ટમાં વિઘાર્થિનીઓની સંખ્યા ૧૧૦હતી.ત્રણ શિક્ષિકાબહેનો હતા.
૧૯૪૮ માં શાળાનો રજત મહોત્સવ ઉજવવામાં આવ્યો.
૧૯૪૯ માં વિઘાર્થિનીઓની સંખ્યા ૯૧૩ પર પહોંચી ૩૫ શિક્ષિકાબહેનો હતા.
૧૯૫૪ ૧જૂન શાળામાં પૂર્વ પ્રાથમિક વિભાગની શરૂઆત થઇ અને આજ સમય દરમ્યાન રાષ્ટ્રીય નેતા જવાહરલાલ નહેરું તેમના બહેન વિજયાલક્ષ્મી પંડિત કોંગ્રેસ નેતા ઢેબરભાઇ અને જનરલ માણેકશાહ વગેરે ઉપસ્થિત રહી શાળાનું ગૌરવ વધાર્યું.
૧૯૭૦ ૧ જૂન પ્રાથમિક વિભાગની સ્થાપના
ઉત્તરોત્તરપ્રગતિ.
જેમ જેમ વિઘાર્થિઓની સંખ્યામાં વઘારો થતો ગયો તેમ તેમ એ સમયના શાળાના સંચાલકો ફંડફાળો એકઠો કરી પાકું મકાન બનાવતા ગયા. ક્રમે ક્રમે આવશ્યકતાનુસાર કલાસરૂમ વઘાર્યા.સાથે વિવિઘ પ્રવૃત્ત્તિઓ માટે રૂઇયાહોલ પુસ્તકાલય સાઘનોથી સજજ પ્રયોગશાળા અને ગૃહવિજ્ઞાન માટે અલાયદી પ્રયોગશાળા બનાવી. શાળાના કાર્યદક્ષ આચાર્યાના નેજા હેઠળ શિક્ષણેત્ત્તર પ્રવૃત્ત્તિઓ ઘમઘમતી થઇ. કન્યાઓને જીવનલક્ષી કેળવણી આપતી પ્રગતિના પંથે પ્રયાણ કરતી આ શાળા ઉપનગરનું આગવું આકર્ષણ બની રહી હતી.
- ૧૯૭૩માં શાળાનો સુવર્ણ મહોત્સવ ઉજવવામાં આવ્યોે
- ૧૯૮૫માં શાળાનો હિરક મહોત્સવ ઉજવવામાં આવ્યો
- ૧૯૯૮મા શાળાનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવ્યો.
- ૨૦૦૧માં શાળામાં Bi- Media ની શરૂઆત કરવામાં આવી
સંસ્કાર અને સંસ્કૃતિની સાથેસાથે
કોમ્પ્યુટરાઇસ્ડ શિક્ષણ઼ Bi- Media A-V room શરૂ કરવામાં આવ્યું છે.
૨૦૧૪માં શાળામાં છોકરાઓ ને પણ પ્રવેશ આપવામાં આવ્યોં.