માધ્યમિક

ઍચ ઍમ નો સંદેશ

માધ્યમિક

ઍચ ઍમ નો સંદેશ

શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળામાં આજથી ૨૫ વર્ષ પૂર્વે શિક્ષિકા તરીકે જોડાવાની તક મળી એ મારાં જીવનનો એક ધન્ય દિવસ હતો. શાળામાં શિક્ષણકાર્ય હાથ લીઘું. શાળા ફકત વિદ્યાર્થીની (બાળા) ઓના વર્ગોથી ઉભરાતી હતી. દરેક બાળકોનો સંપૂર્ણ સર્વાંગીણ વિકાસ થાય તે માટે સતત પ્રયત્નો રહયાં સાથે અન્ય પ્રવૃતિઓ પણ કરાવવામાં આવતી. શાળાના અનુકૂલ સંકુલમાં આનંદમય વાતાવરણમાં વિવિધ પધ્ધ્તિઓ દ્ધારા અધ્યાપન કાર્ય કર્યું. સિનિયર ટીચર દ્ધારા માર્ગદર્શન મળયું. બધાંનો વિપુલતમ સ્નેહ સાંપડયો. ૨૦૦૭ ની સાલમાં ઍચ ઍમ નું કાર્ય કરવાનું મને સાંપડયું શિક્ષકોને સાથે લઇને કામ કરવાનું શરૂ કર્યું.

સારાં એવા ઉચ્ચતમ શિક્ષકો થકી શાળામાં શિસ્ત અને ઉતમ કેળવણી અપાઇ રહી છે તેઓ પ્રેમ અને વ્હાલથી બાળકોમાં સારાં સંસ્કારોનું સિંચન કરે છે. સુંદર સફળ જીવન જીવવાની કળા પણ શીખવવનું જ્ઞાન આપવામાં આવે છે.

મા શારદાની આ વિદ્યા સંસ્થાએ વિવિધલક્ષી ઉચ્ચ દરજજાનું છતાં સરળ શિક્ષણ પધ્ધતિથી ભણાવવાનું કાર્ય ચાલું રાખ્યું છે. બાળકની અંદર છુપાયેલી સૂક્ષ્મ શકિતઓ અને આગવી આવડતોને વાચા મળે તેવું કાર્ય સતત ચાલું રાખ્યું છે.ગુજરાતી મીડીયમમાં શાળાના ટ્રસ્ટ તરફથી બધી શૈક્ષણિક સુવિધા અમને મળતી આવી છે.તેથી જ વર્ષો જૂની શાળાની ગરિમા આજ સુધી જળવાઇ રહી છે.અને રહેશે આવી સંસ્થામાં કામ કરવાનું મને સાંપડયું છે.જેનો હર્ષ છે. સાથે ગૌરવ પણ છે.

આપણી સંસ્કૃતિને જાળવીને આધુનિકતાને અપનાવી શિક્ષણ અધતન બનાવવા અમારા સૌના પ્રયત્નો હોય છે.અહીં બાળકના ભાવિના બીજ રોપાય છે. અને એમાં અમારો હાથભાર લાગ્યાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તેથી અમે ધન્યતા અનુભવીએ છીએ.

વાલીઓનાં સૂચનો માંગ અને અભિપ્રાયને ધ્યાનમાં રાખી કો.એજયુકેશન શરૂ કયું છે.અને તેનો અમને ખૂબ સારો એવો પ્રતિસાદ મળયો છે. તેનો શ્રેય આ સંસ્થાને જાય છે.અને માટે જ આ સંસ્થા અમારી જીવનદાત્રી બની છે. સર્વે સ્ટાફ તેમના આભારી છીએ

“જીવનનું સાચું મૂલ્ય શીખવે અને માણસનાં જીવનનું ધડતર કરે એ વિદ્યા સાચી વિદ્યા કહી શકાય”

error: Content is protected !!