માધ્યમિક
સુવિધાઓ
Features / 01
લાયબ્રેરી
જ્ઞાનની વૃદ્વિ અને વાંચનની રુચિ કેળવવા માટે વિવિઘ વિષયોના પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Features / 02
કૉમ્પ્યુટર વર્ગો
નવી ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવીને આગળ વઘવા બાળકોને કૉમ્પ્યુટર નું શિક્ષણ આપવામાં આવે છે.
Features / 03
પરિવહન સુવિઘા
બાળકોને શાળામાં આવવા તકલીફ ન પડે અને તેઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે શાળાના ટ્રસ્ટીઓ એ બસ તેમ જ વેનની સગવડ પૂરી પાડે છે.
Features / 04
સુરક્ષા ને સલામતી
બાળકોની સુરક્ષા અમારું પ્રથમ લક્ષ્ય છે. તેથી શાળાના પરિસરમાં વિવિઘ જગ્યાએ સી.સી.ટીવી કેમેરાની સગવડ કરાઇ છે.
Features / 05
મઘ્યાહ્રન ભોજન
સર્વશિક્ષા અભિયાન દ્વારા ચલાવવામાં આવતી મઘ્યાહ્રન ભોજનની સુવિંઘા આપણી શાળામાં રાખવામાં આવે છે.
Features / 06
શૈક્ષણિક સહાય
બાળકોના શૈક્ષણિક કાર્યને પ્રગતિશીલ બનાવવાં વિવિઘ શૈક્ષણિક સાહિત્યો ઉપલબ્ઘ કરાવી અપાય છે. જેમકે પુસ્તક, નોટ, ગણવેશ, દફતર, ફી, કૉમ્પ્યુટરની ફી વગેરે
Features / 07
ગૃહવિજ્ઞાન પ્રયોગ શાળા
ઘોરણ ૯ અને ૧૦ ની વિદ્યાર્થીની ઓ માટે પાકકલા વિષય શીખવવામાં આવે છે. પાકકલા વિષયમાં નિપૂણ બનાવવા માટે આઘુનિક સુવિઘાઓ સુસજજ હોમસાયન્સ લેબ છે. જેમાં વિદ્યાર્થીઓે ઉત્ત્સાહથી પોતાનો શોખ પૂરો કરે છે.
Features / 08
વિજ્ઞાન પ્રયોગ શાળા
વિજ્ઞાનનાં શૈક્ષણિક સાધનો અને જરૂરી પ્રયોગીક સાધનોથી સુસજજ. તેમજ વિદ્યાર્થીઓને અવનવા પ્રયોગો કરવાની તક પૂરી પાડતી પ્રયોગ શાળા.
Features / 09
વ્યવસાય માર્ગદર્શન
ધોરણ ૧૦માં ના વિદ્યાર્થીઓની એપ્ટીટયુડ ટેસ્ટ દ્ધારા તથા શૈક્ષણિક ક્ષેત્રોનો પરિચય આપી માર્ગદર્શન કરવામાં આવે છે.તેથી તેઓ કારકીર્દી માટે યોગ્ય અભ્યાસ ક્રમ પસંદ કરી શકે.
Features / 10
એ.વી.રૂમ
વિવિધ વિષયમાં પાઠનું ર્દષ્યશ્રાવ્ય પ્રસ્તુતીકરણ વિદ્યાર્થીઓ સમક્ષ કરવામાં આવે છે.જે તેમને પુનરાવર્તન અને ર્દઢીકરણ કરાવવામાં ખૂબ જ ઉપયોગી થાય છે.