માધ્યમિક
અભ્યાસક્રમની રચના
અમે MSCERT (Maharashtra State Council of Education Research and Training). રાજ્ય સરકાર દ્વારા સૂચવ્યા પ્રમાણે અભ્યાસક્રમ અનુસરીએ છીએ. આ અભ્યાસક્રમ અમે આધુનિક શૈક્ષણિક સુવિધાઓ જેવી કે દંષ્ય-શ્રાવ્ય સાધનો, અનોખુ ગ્રંથાલય વગરનો ઉપયોગ કરીને નવીન પદ્ધતિઓ દ્વારા રચનાત્મ્ક વતાવરણમા શીખવાડીએ છે
વિઘાર્થિનીમાં રહેલા કૌશલ્યનો વિકાસ કરવા માટે વિદ્યાર્થી લક્ષી શિક્ષણ આપવુ એ જ અમારો મુખ્ય હેતુ છે. વિદ્યાર્થી સર્વાંગી વિકાસ સાથે દરેક પ્રકારનો જીવન કૌશલ્ય પ્રાપ્ત થાય એવુ શિક્ષણ વિદ્યાર્થીને મળે એ અમારો ધ્યેય છે. અમારી શાળાને શૈક્ષણિક વાતાવરણ વિદ્યાર્થીઓને મનપસંદ અને તેમની આંતરિક ક્ષમતાઓ વિકસાવવાની પ્રેરણા મળે તેમજ તેમના કૌશલ્યનો વિકાસ સાધવાનો ઉત્સાહ મળે એવુ છે. જેમા વિદ્યાર્થી તર્કબદ્ધ વિચાર કરે, જીજ્ઞાસા જાગે, સંકલ્પનાઓ શોધે, સમજે અને તેનું ર્દઢીકરણ થાય એવી ઈતર પ્રવૃત્ત્તિઓનો સમાવેશ થાય છે.
નવી શૈક્ષણિક યોજના અંતગર્ત સતત અને સમસ્ત મૂલ્યમાપન પદ્ધતિનો વાસ્તવિક સ્વરૂપે અમે ઉપયોગ કરી રહ્યા છે. આ પદ્ધતિ વિદ્યાર્થીના વિકાસ માટે યોગ્ય દિશામાં અને મનપસંદ વાતાવરણમાં નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણ આપવામાં ખુબ જ મદદરૂપ થાય છે.
અમારી શાળામાં શિક્ષણ ક્યારેય બોજ નથી બનતું. વિદ્યાર્થી શાળામાં પ્રફુલ્લિત શૈક્ષણિક વાતાવરણમાં ખીલી ઉઠે છે. અને ઉચ્ચસ્તરના શિક્ષણનો આનંદ મળે છે.
એસ.ડી.ડી.આર. ગુજરાતી માધ્યમિક વિભાગ એ રાજ્ય સરકાર દ્વારા સૂચવ્યા પ્રમાણે અભ્યાસક્રમ અનુસરે છે.