શાળામાં વિદ્યાર્થીઓમાં દયા, પરોપકાર અને સંવેદનશીલતા જેવા ગુણો વિકસાવવા માટે કાઇન્ડનેસ કિંગડમ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપક્રમ હેઠળ બાળકોએ સહપાઠીઓને મદદ કરવી, વસ્તુઓ વહેંચવી તેમજ પ્રાણી-પક્ષીઓ પ્રત્યે કરુણા દાખવવા જેવાં સત્કાર્યો કર્યા હતા અને પોતાના અનુભવો કાઇન્ડનેસ વોલ પર શેર કર્યા હતા. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને દયા અને સદ્વર્તનનું મૂલ્ય સમજાવવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિએ સમગ્ર શાળા પરિસરમાં પ્રેમ, સહયોગ અને સકારાત્મક વાતાવરણ નિર્માણ કરી બાળકોના ચારિત્ર્ય ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી.