માનસિક એકાગ્રતા અને બુદ્ધિ વિકાસ: ગાયત્રી મંત્ર સદ્બુદ્ધિનો મંત્ર છે. તેના સામૂહિક ઉચ્ચારણથી વિદ્યાર્થીઓની યાદશક્તિ, એકાગ્રતા અને વાણી શુદ્ધ બને છે. પર્યાવરણીય શુદ્ધિ: હવન સામગ્રી, ગાયનું ઘી, કપૂર અને ઔષધિય સમિધાથી શાળા પરિસરનું વાતાવરણ જીવાણુરહિત અને ઊર્જાવાન બને છે. સંસ્કાર નિર્માણ: વિદ્યાર્થીઓમાં આપણી ઋષિ પરંપરા, યજ્ઞ સંસ્કૃતિ અને સામૂહિકતાની ભાવના ખીલે છે.