અમારી શાળામાં કવિ નર્મદની જન્મજયંતી નિમિત્તે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ની ખૂબ જ ગૌરવભેર ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓએ ગુજરાતી ગીતો, કાવ્યપઠન અને વક્તવ્ય દ્વારા માતૃભાષાનું માહાત્મ્ય પ્રસ્તુત કરી પોતાની ભાષા પ્રત્યે પ્રેમ દર્શાવ્યો. આચાર્યશ્રીએ સૌને માતૃભાષાના સંવર્ધન અને રોજિંદા જીવનમાં શુદ્ધ ગુજરાતીના પ્રયોગ માટે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું.