અમારી શાળામાં ભાઈ-બહેનના પવિત્ર સ્નેહનું પ્રતીક એવા રક્ષાબંધન પર્વની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીનીઓએ સહપાઠી ભાઈઓને કુમકુમ તિલક કરી રાખડી બાંધી, જ્યારે ભાઈઓએ તેમની રક્ષા કરવાનો અને સન્માન જાળવવાનો સંકલ્પ લીધો. બાળકોએ બનાવેલી સુંદર રાખડીઓનું પ્રદર્શન યોજી સૌને મીઠાઈ વિતરણ સાથે કાર્યક્રમ આનંદપૂર્વક સંપન્ન થયો