અમારી શાળામાં ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં સંપન્ન થઈ. મુખ્ય અતિથિશ્રીના હસ્તે ધ્વજવંદન બાદ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગીત ગાઈને ત્રિરંગાને સલામી આપી તેમજ રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી. અંતમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરી તમામ બાળકોને મીઠાઈ વિતરણ સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.